(૧)

“અરે મેરેકો ગુસ્સા તો વો મોટી પે આ રહા થા..”, “રીયલી એસે બિહેવ કર રહી થી જે સે કી હમે સેલેરી મિલ રહી હો . કમોન યાર હમ લોગ ટ્રેઇની હૈ કોઈ એમપ્લોય થોડી ન જો તુમ હર કામ હમ સે કરાઓ ગે”.પુનીત નાયલ અને દિનેશ નેગી એ ચેન્નાઈમાં ટ્રેનિંગ દરમ્યાન કરવા પડતા વધુ કામનો ગુસ્સો, ધોધમાર વરસાદની એક બપોરે કૈલાસ ઢાબામાં બેઠા બેઠા કાઢિયો. અમારા માટે કાંઈ નવું ન હતું,પુનીત અને દિનેશનો આ બળાપો કાયમનો . દિનેશ રાજસ્થાન કોટા થી અને પુનીત દેહરાદુન,અનાયાસે જ અમારી મુલાકાત કંપની માં થયેલી આગળ જતા મુલાકાત મિત્રતા માં પરિણમી, અમે ચારે ટ્રેનિંગ સેશન દરમ્યાન ચેન્નાઈમાં સાથે રૂમ રાખી લીધો.અમારે રૂમ પાર્ટનરની જરૂર હતી, પુનીત અને દિનેશ ને કોઈ જાણીતાના સંગાથની આમ તો અમારા માટે પણ ચેન્નઈ નવું ખરૂ પણ પુનીત અને દિનેશ કરતા એક મહિના વહેલા ટ્રેનિંગ શરૂ કરેલી માટે થોડી ઘણી ચેન્નેઈની ઓળખ ખરી.અમારા થી મારો મતલબ છે હું અને મારો અમદાવાદી મિત્ર સૌરભ ગાંધી. સૌરભ સાથે પહેલી વાર હું એલ.ડી કોલેઝમાં એક ઓફ કેંપસ દરમ્યાન મળેલો.ગોળ મટોળ ચહેરો,ગોરો વાન,સામાન્ય કરતા થોડું જાડુ શરીર,આંખ પર બિલોરી કાચ જેવા ચશ્મા માથામાં આડી સેંથી જાણે કે મમ્મી એ કોઈ લાલા ને સ્કૂલ માટે તૈયાર કર્યો હોય,દેખાવમાં સૌરભ સ્માર્ટ ખરો પણ ચહેરો ઘણો માસૂમ લાગે માટે જોઈને જ મઝાક કરવાની ઈચ્છા થાય.સૌરભ સ્વભાવે એટલો તે ઠંડો કે કોઈ શું બોલે છે એનો કદી ફરક ન પડે.

ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનીબહાર આવેલો કૈલાસ ઢાબો અમારી રોજની બેઠક,રાખેલો રૂમ પણ ત્યાંથી નજીક. હું અને સૌરભ તો રજાનો આખો દિવસ આ ઢાબા પર કાઢી નાખતાં, હંમેશ જનમેદની થી ભરેલ આ રેલવે સ્ટેશન પર રોજ ના સેંકડો મુસાફરો ની આવા-જાવી રહેતી. એમને નિહાળવામાં સમય ક્યાં વીતી જતો ખબર પણ ન રહેતી.આજે પણ કંઈક આવું જ બનેલ,રવિવારની બપોરે કંપની માં એકસ્ટ્રા સમય આપ્યા બાદ અમે ચારે મિત્ર કૈલાસ ઢાબા પર ચાની ચુસ્કી સાથે વરસાદનો આનંદ લઈ રહ્યા હતા, કે અચાનક સૌરભનુ ધ્યાન રેલવે સ્ટેશનનાગેટ પર પડ્યુ. કોઈ જાણીતું જોઈ સૌરભ ‘હું આવુ..’ કહી ને ચાલ્યો ગયો.”અરે વો દેખ.વો દેખ..પીટેગા બોસ આજ તો ગોલું જરૂર પીટેગા..”,પુનીત સૌરભને ચીડવવા ગોલુ કહી બોલાવતો.મેં પાછળ ફરી જોયું તો સૌરભ લાલ સાલવાર કમીઝમાં સજ્જ યુવતી સાથે વાત કરી રહ્યો હતો. યુવતી ના ચહેરા પર સૌરભ ને મળવા નો આનંદ દૂરથી પણ જોઈ શકાતો હતો. “સ્ટોપ ઈટ યાર..,એની કોઈ રિલેટિવ હશે.”કહી મેં પુનીત ને તો અટકાવ્યો પણ ખરેખર માં હું પણ મૂંઝવણમાં હતો સૌરભની ઓળખીતી અને અહીં ચેન્નઈ..!,સૌરભના પરિવારની વાત કરું તો માતા, એક બહેન,મામા અને એક કાકા પણ એમાંથી કોઈનું પણ ફેમિલી ચેન્નઈમાં હોય તેવુ મારા ધ્યાનમાં ન હતુ.યુવતીની બાજુમાં પડેલા થેલા એ ઘણા બધા સવાલનો અંત આણ્યો,નક્કી ગુજરાત બાજુની કોઈ હોવી જોઈએ.હું અનુમાન કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે સૌરભે મને હાથ ઊંચો કરી એની પાસે બોલાવ્યો..

“પ્રણવ ત્રિવેદી માય કલીગ કમ ફ્રેન્ડ..”,”એન્ડ પ્રણવ ધીસ ઈસ મુર્તી શાહ માય સ્કૂલ ડેયજ ફ્રેન્ડ..” મુર્તી નામ સાંભળતાં હું ચોકિયો.મેં સૌરભ સામે જોયું, દૂરથી હું મુર્તીના ચહેરા પરની પ્રસન્નતા જોઈ શકે લો પણ સૌરભની આંખોમાં તેજ અને ચહેરા પરની અદ્ભુત પ્રસન્નતા પર મારુ હવે ધ્યાન ગયું.મેં કાંઈ ન બોલી ને પણ સૌરભને પુછી લીધુ શું આ એજ મુર્તી છે જેનો ૮ વર્ષ પહેલાનો ફોટો તેણે પાકીટમાં સંતાડી રાખ્યો છે,અને દિવસ માં એક વખત ફોટો ન જુએ ત્યાં સુધી તેને ચેન નથી પડતુ ?….જવાબ પણ સૌરભની આંખો પાસેથી કોઈ સંવાદ વગર જ મળી ગયો..”હાં એજ”.

પુનમના ચાંદ જેવો ચમકતો ચહેરો, લાલ ચૂડીદાર સાલવાર-કમીઝ,સોનેરી દુપટ્ટો,પગમાં હીલ વાળા સેડલ,એક હાથમાં ગોલ્ડન ઘડિયાળ અને બીજામાં નામ પુરતી બંગડી,કપાળ પર જીણી બિંદી અને હસીને જવાબ આપવાનો અંદાજ….. એક વસ્તુ સમજાણી કેમ સૌરભ મુર્તીને દિવસમાં એક વાર જરૂર યાદ કરતો.”પ્રણવ, યાર હું મુર્તીને છોડી આવું તુ સર નો ફોન આવે તો..”,”ડોન્ટ વરી આઈ વિલ હેન્ડલ.”દિલાસો આપી હું છુટો પડ્યો.”થેન્ક ગોડ યાર તુ મળી ગયો,ટ્રેનમાં મને એટલી ચિંતા થઈ રહી હતી કે વાત જવા દે ,અજાણ શહેરમાં ‘હાવ વિલ આય મેનેજ..?’,તુ કહે અહીં ક્યાંથી..?”,કૈલાશના ઢાબા તરફના રસ્તા પર ચાલતા હું મુર્તી એ કહેલી આટલી વાત સાંભળીશક્યો. બેઠા-બેઠા હું એક જ વિચાર કરી રહ્યો ભગવાન પણ ખરેખર દયાળુ છે.આખરે એણે નિશ્વાર્થ પ્રેમ જોયો ખરો.ખુશી હતી સૌરભ છેલ્લા ઘણા વખતથી જેની સાથે ગળાડૂબ પ્રેમમાં હતો તે આજે સામે ચાલી એને મળી,અને હવે જો સૌરભ એની સામેં પ્રેમનો ઇકરાર કરે તો સહુ સારાવાનાં…રાહ હતી તો બસ સૌરભના પાછાફરવાની અને સારા સમાચાર સંભળાવવાની.

(૨)

રાતના ૯ વાગી ગયા હતા આખો દિવસ પડેલ ધોધમાર વરસાદે શહેરમાં પુરનુ વાતાવરણ સર્જેલું હતું.જન જીવન સંપૂર્ણ પણે અસર ગ્રસ્ત હતું, લગભગ દરેક રોડ પર પાણી ફરીવળ્યા હતા. વાહન વ્યવહાર સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગયો હતો. હું બાકી મિત્રો જોડે હાથમાં છત્રી લઈ શહેરની હાલત જોવા નિકળી પડેલો, ત્યાં ખિસ્સામાં પડેલો ફોન રણક્યો જોયું તો સૌરભ… વરસાદી વાતાવરણમાં સવારનો પ્રસંગ ભુલાઈ ગયેલો જે સૌરભનો ફોન આવતા ફરી તાજો થયો..”બોલ બોલ ભાઈ..”,”ક્યાં છું ?, રૂમ ને લોક કર્યુ છે.”, “અ…. મેં નથી કર્યુ કદાચ પુનીત અને દિનેશે…..એ બન્ને આજે મુવી જોવા જવાના હતા.”, “ફટાફટ આવ”, “હમણાં આવ્યો.”, “અમે બાજુમાં કૈલાસ ઢાબે છીએ”.

ફોન મૂકી હું સત્ વરે કૈલાસ ઢાબે પહોંચ્યો ,”એનીથીંગ સિરીયસ..?”,મને સૌરભના અવાજમાં નિરાશા લાગેલી એટલે મેં પહોંતાજ પુછ્યુ. “નથીંગ મુર્તીને રિટર્ન મુંબઈની ટ્રેન છે, એ પલળી ગઈ છે માટે તુ બેસ હું એને કપડા ચેઈન્જ કરવા આપણા રૂમ સુધી મૂકી આવું”.સૌરભ અને મુર્તી રૂમ તરફ ગયા.સૌરભના ચહેરા પર ગમગીની છવાયેલી હતી. હું સમજી સકતો હતો કે જરૂર કોઈ વાત છે. એટલામાં સૌરભ મુર્તીને રૂમ સુધી છોડી ને આવ્યો, અને આવતા જ સિગરેટ સળગાવી.જનરલી સૌરભ ને વ્યસન ન હતું પણ મેં તેને તણાવ ના સમયે સિગરેટ ફુંકતા જોયેલો. “વોટ હેપન..”, “નથીંગ..”, ” કાંઈ વાત થઈ ?”, “શેની ?”, ” તુ મુર્તી સાથે ગયેલો ને…., કરી વાત તારા એન પ્રત્યેના પ્રેમને લઈને ?”. “પાગલ થઈ ગયો છે…..કરી વાત કહે છે.”, આટલો જલદી ગુસ્સે થતા સૌરભ ને આ પહેલા ક્યારેય ન હતો જોયો હું સમજી સકતો હતો તે દુખી હતો,થોડી વારની શાંતી બાદ બોલ્યો , “હું મોડો પડ્યો એ પ્રેમ કરે છે કોઈ બીજાને.”,”તુ ચાહે તો મને વાત કરી શકે છે એટલીસ્ટ તારુ મન હળવું થશે “.

સિગરેટનો કસ અંદર લેતા તેણે શરૂઆત કરી. “આલોક જાહ નામ છે એનું, મુર્તી સાથે કોલેજમાં હતો. કોલેજ કેંમ્પમાં આવી છે મુર્તી.., સ્પેશ્યલ એને જ મળવા ચેન્નઈ આવી છે. આજે કેમ્પ સાથે પાછી ફરવાની છે”., “તુ મળ્યો અલોક ને..?”, “મળી તો એને હું શું મુર્તી પણ ન શકી..”, “કેમ ?”, “શહેરની બહાર શિંગુર હિલ સ્ટેશન પર મળવાનો કદાચ એમનો પ્લાન હતો પણ વરસાદ…,હાઈ વે જામ ૨ કલાક રાહ જોઈ પણ રોડ ખુલવાના ચાન્સ બહુ ઓછા જણાઈ રહ્યા હતા.”,”પછી ?”, “પછી શું એમના પ્લાનમાં ચેઇન્જ શહેરમાં જ ઈશ્વરીય વિનાયક મળવાનું ફોન પર નક્કી થયું. જેમા આલોકે મદુરાઈ વાળા રોડ થી શહેરમાં દાખલ થવાનુ હતુ પણ અફસોસ એ રોડ પર પણ સાંજ પડતા પડતા બકિંગહામ કેનાલના પાણી ફરી વળ્યા.”, “ઓહ..”,”આખો દિવસ હું એમના બદલાતા પ્લાન પ્રમાણે મુર્તી ને મન્ડાવેલી,નંદેશ્વર,મૌલા-અલી દરગાહ, એમ.જી.આર ફિલ્મ સીટી ફેરવતો રહ્યો પણ વરુણ દેવ જાણે કે એમના મિલનમાં શનિ બન્યા હતા,લગભગ રોડ બકીંગહામ કેનાલ અને અધ્યાર નદીના પાણી ફરી વળ વાના કારણે બ્લોક હતા.,છેલ્લે કંટાળી ટ્રેનનો સમય નજીક આવતા આલોકે મુર્તીને કોઈ પણ હિસાબે રેલવે સ્ટેશન પર મળવાનું પ્રોમીસ કર્યુ છે.”, “પછી…. તે તારા એના પ્રત્યેના લગાવ ને લઈને વાત ન કરી ?”, “તુ પણ પાગલ છે.ચાર વર્ષથી બન્ને એક બીજાની સાથે છે, ખુશ છે.,અને એ થી પણ વધારે પ્રેમ કરે છે મુર્તી એને…જોતો નથી ઘર પરિવારની ચિંતા કર્યા વગર, કેંમ્પના કલીગ અને પ્રોફેસરની ચિંતા કર્યા વગર લાખો મુસીબત સહી એ આલોક ને મળવા આવી છે. હું એના માટે કોણ છુ ૫-૬ મહિને એકાદ વાર મળતો બાળપણનો મિત્ર.”, “પ્રેમ તો તુ પણ એને કરે છે છેલ્લા ૮ વર્ષથી,નિશ્વાર્થ પ્રેમ….”,થોડી વારની શાંતી બાદ મેં ફરી પુછ્યુ, “તો હવે શું વિચાર્યુ છે ?” , “વિચારવાનુ શું હોય મુર્તીને સલામત એની ટ્રેન સુધી પહોંચાડી દઉ પછી ..,તુ પણ સાથે ચાલ અહીં એકલો બેસી શું કરીશ.”, “હું સાથે આવી શું કરું ?,તારી હાર જોઉ.”, “હારમાં તારા જેવો મિત્ર સાથે હશે તો હિંમત રહે શે..” . બોલતા બોલતા સૌરભનુ ગળું ભરાઈ ગયું.મને પહેલી વાર અહેસાસ થયો જાણે મારો બાળક જેવો લાગતો મિત્ર ઘણો મોટો થઈ ગયો છે.સવારમાં જે ભગવાનનો મેં આભાર માન્યો હતો તેને દરેક દુ:ખનું કારણ બનાવ્યો …પ્રભુ તુ પણ ખરો છે એક પળમાં સર્વસ્વ આપે છે અને બીજા જ પળે…!

“ચલે..” એટલામાં ડ્રેસ ચેઇન્જ કરી આવેલ મુર્તીનો અવાજ સંભળાયો.મેં સૌરભ અને મુર્તીએ રેલવે સ્ટેશન તરફનો રસ્તો પકડ્યો…….

(૩)

સમય રાત્રિના ૧૦.૪0 તારીખ બદલાવા માં એકાદ કલાક બાકી હતી પણ વરસાદ એની ફિદરત બદલવા ના બિલકુલ મુડમાં ન હતો. વીજળી અને ગાજવીજ સાથેના ધોધમાર મેઘે રાત્રિનુ ચિત્ર ડરામણું બનાવ્યુ હતું.અમારા સદ્ભાગ્ય કે રસ્તામાં છાપરા નાખેલા એટલે
વરસાદમાં પલળવાથી બચી શક્યા. લગભગ ત્રણે ના ચહેરા પર ઉદાસીન વાદળ જોઈ શકાતા. મુર્તી આલોક સાથેની એક મુલાકાતની ઝંખના ને લઈને ચિંતિત હતી તો સૌરભ કદાચ આખરી મુલાકાત ને લઈને, જ્યારે હું સૌરભને લઈને દુખી..,લાંબા સમયના સન્નાટા બાદ મેં જ કઈ વાત કરવાનુ બહાનુ શોધ્યુ, “શો….કોઈ ને મળવા માટે આવેલી ? “, “યા…”, “બોયફ્રેંન્ડ ?”, એને ખાલી આંખોના સ્મિત થી હા કહી અને બોલી, “આલોક..આલોક જાહ બટ કદાચ અમારા નસીબમાં નથી.”, કહી એણે પુરા દિવસની કથા ટુંકમાં મને સંભળાવી.એની આંખોમાં શોકની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી પણ મને એના કરતા કોઈ બીજાના જીવનમાં આવનાર શોકના વંટોળ દેખાતા હતા.,”આઈ થીંક મિ.આલોકે ટ્રાય નથી કરી બાકી ફિલ્મ સિટી પરથી ચેન્નઈ સેન્ટ્રલ આવવાનો રસ્તો કદી બંધ ન થાય.”,મુર્તી મારો મઝાક સમજી શકી,તણાવ વચ્ચે પણ હલ્કુ હસી મને રિસ્પોન્સ આપ્યો પણ મારી ઈચ્છા એને હસાવવાની નહી કંઈ બીજી હતી, “કેમ મુર્તી તારુ શું માનવું છે ?”, મેં કશોક જવાબ મેળવવા પ્રયત્ન કર્યો., “બિલકુલ મારુ પણ એવુજ માનવુ છે.”, “તો હવે ? “, ” હવે શું…બ્રેક અપ…?”,એણે મને રમુજમાં પુછ્યુ.,”હાં…હાં બ્રેક અપ, આમ પણ તને તો કોઈ પણ સારો છોકરો મળી જાય.અં….આપણો સૌરભ જ જોઈ લે તારા માટે બીચારો સવાર થી ખાધા પીધા વગર વરસાદમાં પલળે છે.”, હવે મેં મારી વાત એની સામે રાખી..,પણ અફસોસ એણે આ વાત પણ મજાક જ સમજી ચહેરા પર પહેલા કરતા મોટી સ્માઈલ રાખી બોલી,”હું ટિકટ કલેક્ટ કરી લઉપછી આપણે બેસી એના વિષે ડીટેઈલમાં વિચારીયે”.

મુર્તીના જતા જ સૌરભે મારી સામુ આંખો કાઢી.,”હું તો ફક્ત તારી મદદ કરી રહ્યો હતો,તારી વાત એના સુધી પહોંચાડી રહ્યો હતો.”, “તારે મારી મદદ જ કરવી છે ને તો એક કામ કર હવે નિકળ ,તારું કાંઈ કામ નથી તને દેખાતું નથી એ કેટલી ટેન્શન માં છે ?.”, “એનાથી વધારે તો મને તુ ટેન્શન માં લાગે છે.”,પણ અફસોસ મારે છેલ્લો ડાયાલૉગ એકલા એકલા જ બોલવો પડ્યો કારણ મને ધમકાવી સૌરભ પાણીની બોટલ લેવા સામેની કેંન્ટીન પર ચાલ્યો ગયેલો. એટલામાં સામેથી મુર્તી ટીકટ લઈ આવી પહોંચી.જતી વેળા એ સ્વસ્થ જણાતી મુર્તીની હાલત વળતી વેળાએ કોઈની સાથે ફોન માં વાત કરતા કરતા અસ્વસ્થ જણાતી હતી. પરિસ્થિતિ સમજતા મને વાર ન લાગી કદાચ આલોકનો ફોન હોવો જોઈએ અને એમના મળવાના લાસ્ટ ચાન્સ પર પાણી ફરી ગયું હોવું જોઈએ જેનો અંદાજો મને સૌરભને પહેલેથી જ હતો, શહેરમાં પાણી જ એટલા ભરાયા હતા…રેલવે સ્ટેશન પર આવતા લગભગ રસ્તા પર તો ઢીંચણ સુધીના પાણી ફરી વળ્યા હતા. ભીની આંખો એ મુર્તીએ ફોન મને આપ્યો ,કદાચ આલોકે સાથે હોય એ વ્યક્તિને ફોન આપવાનું કહ્યું હતું.

“હલ્લો…સૌરભ.”, “જી મેં પ્રણવ….સૌરભ કા દોસ્ત વો કુછ સામાન લાને કે લીયે કેન્ટીન ગયા હૈ.”, “મેં અલોક બોલ રહા હું..મુર્તી કા ફિયાન્સ યાર મેને બહુત ટ્રાય કી પર લગભગ પુરે શહેર મેં પાની ભરા હુઆ હૈ,મેરી ગાડી ભી એક જગહ પે ફસ ગઈ હૈ,મોબાઈલ કી બેટરીભી ચલી ગઈ હૈ યે પબ્લીક બુથ સે કોલ કર રહા હું,મુર્તીને મુજે બતાયા તુમ લોગો ને પુરે દિન ઉસકી હેલ્પ કી હૈ,એક ઔર અહેસાન કરદે ના ઉસે સંભાલના પ્લીસ વો બહુત દુખી હૈ,મેં પુરે દિન સે ટ્રાય કર રહાં હું ઉસ તક પહોંચને કી પર કમબખ્ત બારીસ..”કહેતા કહેતા એનાથી પણ એક ડૂસકું ભરાઈ ગયું હું એના અવાજમાં પણ દર્દ સ્પષ્ટ સાંભળી સકતો હતો. “હલ્લો..”,કહીને એણે વાત આગળ ચલાવી,”ઉસે કહેના મેં અગલે મહિને હી છુટી નિકાલ કે મુંબઈ મિલને આઉંગા..”, “યુ ડોન્ટ વરી વિ વિલ હેન્ડલ…”,કહી મેં ફોન મુક્યો. હવે મને સમજાણુ કે હું વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો .મુર્તી અને આલોક વચ્ચે કોઈ ફિલ્મી નહી ખરેખરે પ્રેમ હતો. એકની ખુશી બીજાની ખુશી અને એકનું દુખ બીજાનું દુખ હતું… આલોકનુ માનું તો એ મુર્તી ને દુખી ન હતો જોઈ શકતો અને દુર રહીને પણ મુર્તી ખુશ રહે એનો એણે પુરો પ્રયત્ન કર્યો, સૌરભ ચાહતો હતો કે મુર્તી જેની સાથે પણ રહે હંમેશા ખુશ રહે,જ્યારે હું ચાહતો હતો કે સૌરભ ખુશ રહે…..ખરેખર વિકટ પરિસ્થિતિ હતી,સાચો તો બન્નેનો પ્રેમ હતો પણ કોનો પ્રેમ વધારે એ નક્કી કરવુ મુશ્કેલ હતું.

ટ્રેનની વિસલ કાને પડી.ઓલ રેડી ૨ કલાક મોડી ચાલતી ટ્રેન ઉપાડવાની ઇન્કવાયરી ઓફિસમાં થી ઘોષણા થઈ. સૌરભ થોડો ઘણો નાસ્તો અને પાણીની બોટલ લઈ આવી ગયો મેં તેને અલોકના ફોન વિષે વિગતવાર વાત કરી. સૌરભે મુર્તીની બેગ ઉપાડી ટ્રેન સુધી પહોંચાડી, ટ્રેનની બીજી વિસલ સંભળાણી મુર્તી ટ્રેનના દરવાજા પાસે પહોંચી ગઈ,આખરી વાર સૌરભને ભેટી મુર્તીએ કહ્યુ…”થેંક્યુ સો મચ ફોર યોર સપોર્ટ ઈન સચ અનનોન સીટી,તુ ખરેખર મારો સાચો મિત્ર છે, હું તારો અહેસાન ક્યારેય નહી ભુલુ..”, “ખરેખર તુ મારો આભાર માનવા માગતી હો તો આસુ લુછી નાંખ હું તને ખુશ જોવા માંગું છુ”.,મુર્તી એ રૂમાલ થી આંસુ લુછી નાખ્યા..,”અને પ્રોમીસ કર કે રસ્તામાં ફરી રડીસ નહીં..”, “એ નહી કરી શકાય આજ સવાર થી રોકી રાખ્યા છે આસુ હવે નહી રોકી શકાય..”, કહેતા કહેતા એની આંખો ફરી ભીંજાઈ ગઈ. સૌરભે એના ખભા પર હાથ મૂકી દિલાસો આપતા કહ્યું , “હું સમજી શકું છુ તારા પર શું વીતી રહી છે…”,એટલામાં ટ્રેનની આખરી વિસલ સંભળાણી ને ટ્રેને ધીમી ગતી એ શરૂઆત કરી “તુ નહી સમજી શકે મારા પર શું વીતી રહી છે…..કેમકે તે ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો ને…..”. ટ્રેનનાં દરવાજા પર ઊભા રહી આ અખરી વાક્ય મુર્તી એ સૌરભને કહ્યું. મુર્તીને આંસુ રોકવાની વાત કરનાર સૌરભ પણ આંસુ રોકવામાં સફળ ન થયો…,મુર્તી સૌરભને અને સૌરભ મુર્તીને એક બીજાથી દુર થતા જોઈ રહ્યા,…

રેલવે પ્લેટ ફોર્મ પર ઠેર ઠેર લગાવેલા રેડિયો જોકીમાં અવાજ સંભળયો…”નમસ્કાર રાત કે ૧૨ બજ ગયે હૈ પુરા ચેન્નઈ બારીસ સે ભીગા હુઆ હૈ પર ફિરભી આપકે સામને હાજીર હૈ આપકા દોસ્ત,અપના જખ્મી દિલ લે કે વિમલ ચક્રવર્તી… બતાઈયે કોનસા ગાના સુનના ચાહેંગે આપ..” વાક્ય પુરુ કરતા જ રેલવે પ્લેટફોર્મ પર એક ગીત ગૂંજી ઊઠ્યું…..
ખયાલો મેં લાખો બાત યું તો કહે ગયા…,બોલા કુછના તેરે સામને..,

હુવે ના બેગાને તુમ હોકે ઔર કે ..દેખો તુમના મેરે હી બને..,

કૈસે બતાયે ક્યું તુજકો ચાહે યારા બતાના પાયે…,બાતે દિલો કિ દેખો જુબા કી આંખે તુજે સમજાયે..
તુ જાને ના…
તુ જાને ના….