મુસીબતો ને આફતો તો ગામે ગામ જોયા છે.
અક્ષય પ્રાણ ને હરનાર મેં સામે સામ જોયા છે.
અહિંસક નામ આપીને મને બેનામ ના કરશો,
અશોક સમ્રાટની સાથે હરેક સંગ્રામ જોયા છે.

નાશવંત દેહના અંગો એ ડામે ડામ જોયા છે,
ઇમાનદારો ની વચ્ચે રહી ઇલજામે ઇલજામ જોયા છે,
અક્ષીર શ્રાપ આપી ને મને સન્માન ના કરશો,
મૂત્યુ ને મારથી કપરા મેં અંજામ જોયા છે.

મંદિરો ને મદ્રેસામાં રામે રામ જોયા છે,
સંતો ને ફકીરોના મેં ઠામે ઠામ જોયા છે,
નાસ્તિક નામ આપીને મને બદનામ ના કરશો,
શ્રવણની રાહ પર ચાલી મેં ચારે ધામ જોયા છે.

પ્રણવ.