આંખો પર ગોગલ્સ ને ટ્રીન-ટ્રીનના નાદે,
નિકળ્યા છે મજનૂ ભાઈ સાઈકલ સંગાથે.

ઉભરેલુ જાજમ ને,ઘાટીલો દેહ,સામે ઉભેલી એક સન્નારી કહે,
“જાવું છે માહીમ જરા ઉભો તો રહે,અંધારીયો છે મેઘ મને બેસાડી લે.”

જિન્સ ટી-શર્ટને ને ચહેરા પર સ્કાફ,
આંખના ઇશારાથી કહે બેસી જાવ આપ.

સુંદરી ના સ્પર્શનો કોમળ અહેસાસ,
મજનૂ ને બનાવતો કાંઈ ખાસમ ખાસ.

રૂપમતીના રૂપથી ડઘાઈ ગયો,
સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયો,

શહેર બન્યું સામ્રાજ્ય ને સાઈકલ બની હાથી,
પોતે મહારથી ને પાછળ રાણી સંગાથી.

ઘાયલ મજનૂને મળ્યુ એવુ તે બળ,
સુંદરી એ જાણે કે ભરિયું ઈંધણ.

સરર..સરર..સાઈકલ સાઈડ કાપતી જાય,
ભલ-ભલાની ગાડી પાછળ રાખતી જાય.

“આવ્યુ છે માહિમ હવે જાઉં છુ હું,
મળશુ ફરી હાલ ભીંજાવું છુ હું..”

“ભલે ભીંજાય ચુંદ્ડીને ભીંજાય ઘરચોળું,
પ્રેમનો ભુખ્યો ગોરી આજ નહી છોડું.”

“કહેવું છે કાંઈ જરા ઉભી તો રહે,
જોવો છે ચહેરો., સ્કાફ હટાવી તો લે.”

હટ્યો જ્યાં સ્કાફ મજનૂ ડઘાઈ ગયો,
ફૂટેલી મુછો ના દોરા જોઈ ગભરાઈ ગયો.

ટ્પાક ટ્પાક તાળીઓ ને, “હાય..મારો રાજૂ.” એના બોલ,
અવાજ એનો સાંભળુ તો લાગે ફાટેલો ઢોલ.

વીતેલી ક્ષણ યાદ કરી શરમાઈ ગયો,

કોને કહે મજનૂ છેતરાઈ ગયો.

પ્રભુ..માન્યું આજ પણ છે ,ભાગ્યની બલિહારી.
એ નિકળી કિન્નર મેં ધારી તી સન્નારી….

પ્રણવ….