એ બાળપણની મસ્તી ને પાઠ્ય પુસ્તકનો જુમો ભિસ્તી,
“સાહેબ,ભોલ્યા નો ખાસ મિત્ર પણ એનો વેણુ(પાડો) જ છે.”
એ નદિયોનુ ખળખળવું ને સાગર ને મળવું,
” થઈ જાય શરત કોની હોડી પાણીમાં લાંબુ તરે છે.”
એ ખેતોની લહેક ને બાગોની મહેક,
“કાના ચીભડા લઈને ભાગ કરશનકાકા લાકડી લઈ આવે છે.”
એ અંધકારથી ડરવું ને પરિઓ ની વાર્તા સાંભળવું,
“બાપુજી ગંડુ રાજા વાળી વાર્તા…”
એ ખ્વાજા અમીનની ચાદર ને મંદિરોની ઝાલર,
” ઓય..લાવ દાંડી,નગારુ મારા સિવાય કોઈ નહી વગાડે”
એ તડકામાં નાહવુ ને દોઢ વાગ્યની રિશેશમા ખાવું,
“બા મને પણ બહેનની જેમ ચોળેલુ.”
એ રજાએ શરીર ખંગાળવું ને એક ડબલામા બે મિત્ર નુ પખાળવુ,
” થોડું પાણી વધાર જે મારા માટે પણ…”
એ પાદરના ઢાળે ને ખરાવાડ ના વચાળે,
” મોય દાંડીયો લાવ મારો વારો છે.”
એ ભાભાઓની ચિલ્લમ ને ચાર વાગ્યાની ગુજરાતી ફિલ્મ,
” નરેશ કનોડીયાએ શું જમાવટ પાડી બાકી. ”
એ ચોરીથી હવા કાઢવી ને અજાણ બની ભરાવવી,
” શીતલ રોજ કોણ તારી સાયકલની હવા કાઢે છે..?,લાવ હું ભરાવી આપુ.”
એ કાંતિકાકાની સાંકડી શેરી ને બાળ સંસ્કાર કેન્દ્રની ભાવ ફેરી,
“પૂ.દાદા આવવાના છે કૃતજ્ઞતા સમારોહ માં…”
એ મોભા કાકા ની લાકડી ને મનુ માસ્તરની ઝાટકણી,
” (રડતા-રડતા) સાહેબ મારો વાંક ન હતો એ ક્યારનો મજાક કરતો હતો. ”
એ મિત્રોનો પ્યાર ને પડોશીનો દુલાર,
” દિવાળી યે દિવાળી યે ગામડે તો આવીશ ને..???”
વાંચ્યું એક રોજ કોઈ એક ડિશકશનમાં, ભગવાન તમને એક વરદાન આપે તો તમે શું માગો વચનમાં..?
નથી હું મહાત્મા કે નથી હું ધર્માત્માં,ભુલ્યો હું ગાંધીને ભુલ્યો દેશપ્રેમની આંધી,
નિસ્વાર્થ ભાવે પણ જાણે કે બન્યો હું સ્વાર્થી,
” છે તારે આપવું દુનિયા આખી કરતા કંઈ ન્યારું,
તો પ્રભુ…લોટાવી દે એ મારું બાળપણ પ્યારુ………”