हाथ, जिन में है जूनून, कटते नही तलवार से,
सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से.
और भड़केगा जो शोला सा हमारे दिल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

                                “વંદે માતરમ્..વંદે માતરમ્..” એક શબ્દ જેના નાદે શરીરનું રોમ રોમ ચેતન વંત થતુ,લોહીનું એક એક ટીપું જેનુ એ નાદને સમર્પિત એવા લગભગ સો એક ભારતી યો અંગે શ્વેત વસ્ત્ર અને હાથ મા કેશરિયો,”મા ભોમ ને પુકારા હૈ”,કહી રાજઘાટ તરફ આગળ વધ્યા બીજી જ ક્ષણે એમના હૈયાની મરી ફિટ વાની તમન્ના ની કસોટી સમા લગભગ એક હજાર દંડ ધારી સૈનિકો સાથે સામનો…અંગ પર પડતી એક એક અગન જ્વાળા સાથે વંદે માતરમ્.. નાદ વધુ ને વધુ ઘેરો થતો જતો.કોઈકે શહાદત વહોરી તો મહાત્મા ગાંધી થી માંડી બીજા ઘણા દેશપ્રેમી ને તિહાર જેલ…”કરી દો છલની કતરા કતરા મારી માં ભોમ ને રક્ત થી રંગવી છે.”

આજે સમય બદલાયો… ચંદ્રશેખર ના એક પુસ્તકમાના શબ્દો “આઝાદીના   ૬૮એક વર્ષ બાદ એક ગાંધી ફરી અવતરસે,જેના વિચારોની ક્રાંતિ દેશને ફરી આઝાદી અપાવસે.” જાણે કે ખરી ઠરવા જઈ રહ્યા હતી.૧૯ ઓગસ્ટ જેલમાંથી માત્ર બે દિવસના પોતાના મરજીનો કારાવાસ ભોગવી લાચાર બનેલી સરકારની ભાવનાઓને માન આપી અન્ના હજારે તિહાર જેલમાંથી બહાર નિકળી રામલીલા મેદાન પર અનશન માટે રવાના થયા.લગભગ પાંચ કિલોમીટર ના રસ્તામાં લાખો જન મેદની તેમના પ્રયત્નને વધાવવા માટે,તેમજ તેમના વિચારના સમર્થન માટે ઉભી હતી.લાખો લોકોનો એક અવાજ “હું અન્ના છું..”,જ્યાં અન્ના એટલે એક વિચાર.  “WHETHER I LIVE OR NOT REVOLUTION MUST CONTINUE..”,Times Of India  ને ૧૯ તારીખની હેડ લાઈન આપી,એક છત થી ખુલ્લા ટ્રક માં રામલીલા મેદાન સુધીનો માર્ગ કાપી રહેલા અન્નાએ એક જાણીતો નાદ પોકાર્યો .. “વંદે માતરમ્..વંદે માતરમ્..”,પ્રત્યુતરમા ફરી એજ શબ્દનો નાદ ચારે દિશામાં ગૂંજી ઊઠ્યો..”વંદે માતરમ્…વંદે માતરમ્..”.છેલ્લા ૬૦ વર્ષથી ચીર નિંદ્રામાં પોઢેલી સ્વાધીનતા એ જાણેકે આળસ મરડી,મંદ વહેતી હવા ખરા સ્વતંત્રતા ના રંગમા રંગાણી,  સૂર્યની દિવ્ય સોનેરી કિરણો લાખની જનમેદની ચીરી ગાંધીને ફરી જોવા વારંવાર ડોકિયું કરી ગઈ,રાજ ઘાટની દીવાલના ચમકદાર પ્લાસ્ટરની અંતરિયાળ પુરાના જરજરીત પથ્થર ગૂંજી ઉઠ્યા કે….

શું થયુ સમય બદલાયો..?,માતૃભોમ તો હજી એક જ છે.

શું થયું મુદ્દો બદલાયો..?,આશય તો હજી એક જ છે.

શું થયું દુશ્મન બદલાયો..?,દેશ તો હજી એક જ છે.

શું થયું સ્વતંત્ર સેનાની બદલાયો..?,દેશપ્રેમ તો હજી એક જ છે.

શું થયું પેહરણ બદલાયુ..?,શ્વેત રંગ તો હજી એક જ છે.

શું થયું વ્યક્તિ બદલાયો..?,વિચારતો હજી એક જ છે.

                                                                                             —પ્રણવ…