મજનૂ નો વરઘોડો….

મજનૂ :

તુ મારી સજની ને હું તારો સાજણ,
વેરાન છે દુનિયા મારુ રોશન કર આંગણ.

હું સોનેરી સાગર ને તું મારી વહેલ,
હું આભમાં નો મોરલો ને તુ મારી ઢેલ.

ગુલાબી ચહેરો ને આંખોમાં કાજળ,
કેમ કહુ હું તારા પ્રેમમાં પાગલ.

રૂપેરી પાલવ ને ખણખણ તી પાયલ,
માની જા સજની મારું હૈયુ છે ઘાયલ.

લૈલા:

થયો તુ મોરલો ને બનાવી મને ઢેલ,
પણ તારાથી વહેલા કોઈએ કરી છે પહેલ.

સુંદર છે ચહેરો ને અતુલ્ય આંજણ,
એ રસ નો પીનાર સામે ઊભો છે સાજણ,

તરછોડી દૌ સૌ બંધન ને પુરી કરું તારી હેમ,
પહેલા કહે મને મારા ચુન્નુ મુન્નુ જોડે તને ફાવ શે કે કેમ..?

મજનૂ :

ન પાગલ ન સાજન… , મુજ ગરીબ ને છોડો,
નહિ તો હસસે આખી દુનિયા જ્યારે નિકળસે મજનૂ નો વરઘોડો….

પ્રણવ…

તો પ્રભુ…લોટાવી દે એ મારું બાળપણ પ્યારુ………

એ બાળપણની મસ્તી ને પાઠ્ય પુસ્તકનો જુમો ભિસ્તી,

“સાહેબ,ભોલ્યા નો ખાસ મિત્ર પણ એનો વેણુ(પાડો) જ છે.”

એ નદિયોનુ ખળખળવું ને સાગર ને મળવું,

” થઈ જાય શરત કોની હોડી પાણીમાં લાંબુ તરે છે.”

એ ખેતોની લહેક ને બાગોની મહેક,

“કાના ચીભડા લઈને ભાગ કરશનકાકા લાકડી લઈ આવે છે.”

એ અંધકારથી ડરવું ને પરિઓ ની વાર્તા સાંભળવું,

“બાપુજી ગંડુ રાજા વાળી વાર્તા…”

એ ખ્વાજા અમીનની ચાદર ને મંદિરોની ઝાલર,

” ઓય..લાવ દાંડી,નગારુ મારા સિવાય કોઈ નહી વગાડે”

એ તડકામાં નાહવુ ને દોઢ વાગ્યની રિશેશમા ખાવું,

“બા મને પણ બહેનની જેમ ચોળેલુ.”

એ રજાએ શરીર ખંગાળવું ને એક ડબલામા બે મિત્ર નુ પખાળવુ,

” થોડું પાણી વધાર જે મારા માટે પણ…”

એ પાદરના ઢાળે ને ખરાવાડ ના વચાળે,

” મોય દાંડીયો લાવ મારો વારો છે.”

એ ભાભાઓની ચિલ્લમ ને ચાર વાગ્યાની ગુજરાતી ફિલ્મ,

” નરેશ કનોડીયાએ શું જમાવટ પાડી બાકી. ”

એ ચોરીથી હવા કાઢવી ને અજાણ બની ભરાવવી,

” શીતલ રોજ કોણ તારી સાયકલની હવા કાઢે છે..?,લાવ હું ભરાવી આપુ.”

એ કાંતિકાકાની સાંકડી શેરી ને બાળ સંસ્કાર કેન્દ્રની ભાવ ફેરી,

“પૂ.દાદા આવવાના છે કૃતજ્ઞતા સમારોહ માં…”

એ મોભા કાકા ની લાકડી ને મનુ માસ્તરની ઝાટકણી,

” (રડતા-રડતા) સાહેબ મારો વાંક ન હતો એ ક્યારનો મજાક કરતો હતો. ”

એ મિત્રોનો પ્યાર ને પડોશીનો દુલાર,

” દિવાળી યે દિવાળી યે ગામડે તો આવીશ ને..???”

વાંચ્યું એક રોજ કોઈ એક ડિશકશનમાં, ભગવાન તમને એક વરદાન આપે તો તમે શું માગો વચનમાં..?
નથી હું મહાત્મા કે નથી હું ધર્માત્માં,ભુલ્યો હું ગાંધીને ભુલ્યો દેશપ્રેમની આંધી,

નિસ્વાર્થ ભાવે પણ જાણે કે બન્યો હું સ્વાર્થી,

” છે તારે આપવું દુનિયા આખી કરતા કંઈ ન્યારું,

તો પ્રભુ…લોટાવી દે એ મારું બાળપણ પ્યારુ………”

લોહીની સગાઈ નથી જાણી, રુહ કાં તુ તાળવે બંધાણી..?

(૧)

તારીખ હતી ૨૬ જુલાઈ ૨૦૦૮, ગુજરાતની મુખ્ય હોસ્પિટલ સિવિલની આજે મુલાકાત લેવી તેવો વિચાર કર્યો, કારણ પણ હતુ ‘ હજુ સાંજ ના ૬ થયા છે,ભાઈ ઘેર આવ્યો પણ નહી હોય અત્યાર થી ઘેર જઈ શુ કામ ?’. મુખ્ય દ્વાર પર પ્રવેશતા જ બોર્ડ વાંચ્યું, ડાબી બાજુ બી.જે.મેડિકલ કૉલેજ,જમણી બાજુ કેંન્શર વર્ડ ને સીધા ‘ટ્રોમા સેન્ટર’. સીધા રસ્તા પર હું પગ માંડવા જ જતો હતો ત્યાં ફોન રણક્યો,”હાં..રાજુભાઈ.”,”ક્યાં છુ.?”, “સિવિલ”, “મેઘાણીનગરની ડાયરેક્ટ બસ સિવાય બેસવાની ના કહી છે ને તને..”, “……”,હંમેશની જેમ મારો જવાબ હતો, ચુપકી. “ત્યાં જ રહે હું આવું છુ”. મેઘાણીનગરની બસ સિવાય બેસવાની ના કહી છે,સમજી શકાય પણ ત્યાં જ રહે હું આવું છુ કદાચ નહી.પેહલા મારે બસ સ્ટોપ પર પહોચવુ જોઈએ, રાજુભાઈ આવી ચઢસે તો મારી ધુળ કાઢી નાખશે, વિચારી હું પાછો વળ્યો.જેવો મેં સિવિલ નો મુખ્ય દ્વાર છોડ્યો ૧૦૮ પુર વેગે અંદર પ્રવેશી. સિવિલ માટે આ કાંઇ નવું ન હતું …, મેં અણદેખ્યું કર્યુ પરંતુ ૧૦૮ની પાછળની બારીમાંનુ દ્રશ્ય અવગણી શકાય તેવુ ન હતુ. પાછળની સીટ પર બેસી રૂદન કરતી સ્ત્રી જાણીતી હતી પણ એથી વધુ જાણીતી સ્ટ્રેચર પર સુતેલી બાળકી હતી.ચહેરો તો હું જોઈ ન શક્યો પણ જે દેખાયુ તે તેણીની ઓળખ કરવા માટે પુરતુ હતુ, લાલ થીગડા વાળુ ફ્રોક, સ્ટ્રેચર પાસે લટકતી માંથામાં નાખવાની લાલ રિબીન, પગમાં કાળા કપડાના પગરખા અને બાંધેલી સોનીરી ઝાંઝર, મનમાંથી ઉદ્ગાર નિકળ્યો “જીનુ…..”

(૨)

સમય હતો ૨૦૦૮-૦૯.દુનિયા આખી મંદીનો માર જેલી રહી હતી.કોલેજોના કારખાનામાથી નવા નવા બહાર પડતા ઈજનેરો અને મેનેજરોને શુ કરવુ તે પણ સમજાતુ ન હતું. હું પણ આમાંથી પર ન હતો. જ્યાં રાજ્યની મુખ્ય ઇજનેરી કૉલેજ એલ.ડી મા વર્ષે ૧૦૦એક કંપની પ્લેસમેન્ટ કરતી ત્યાં આ વખતે ચકલું પણ ફરકતુ ન હતું, તો બીજી સરકારી કૉલેજની વાત જ શી કરવી.ઘર પરિવારની અપેક્ષા એ વળી વિદ્યાર્થીની મૂંઝવણમાં વધારો કરેલો. મેં જાણે કે છટક બારી શોધી લીધેલી,”હું આગળ ભણવા માંગું છુ..” .મિત્રોની સલાહ થી અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ આગળ આવેલ પી.ટી એજ્યુકેશનમાં કલાસ માટે વાત પણ થઈ ગઈ. શનિવારે સાંજે પાટણથી લોકલ ટ્રેનમાં અમદાવાદ આવતો અને રવીવારે ક્લાસ ભરી સાંજે ફરી નીકળી જતો,દરમ્યાન શનિ-રવી હું મેઘાણીનગરમાં ભાઈના ઘેર ગાળતો.

જિન્સ ટી-શર્ટ,આંખો પર ગોગલ્સ,હાથ પર ટટ્ટુ ચિત્રાવેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ની વચ્ચે સફેદ ફોર્મલ શર્ટમાં ક્લાસના પ્રથમ દિવસે હું ઘણો સંકોચ અનુભવી રહ્યો હતો .”હાય…વિકી.”,”હાય..જેની, ઓ માય ગોડ યુ આર લુકીંગ સો બ્યુટીફૂલ ઇન ધીસ પિંન્ક ડ્રેસ.”…,હવે એ પિંન્ક ડ્રેસમાં જેની બહેનનાં ઢીંચણ પણ ન હતા ઢંકાતા,આ બધુ મારા માટે ખરેખર ઘણુ નવુ અને નવાઈ પમાડે તેવુ હતુ. આખરે મારી આતુરતાનો અંત આવ્યો ક્લાસ ખતમ…, ઉતાવળે પગલે બહાર નિકળી ધીમા ડગલે ઇન્કમટૅક્સ ચાર રસ્તા ઓળંગી પોસ્ટ ઓફીસ પાસે આવેલા મેઘાનીનગર માટેનાં એ.એમ.ટી.એસ સ્ટોપ પાસે પહોંચ્યો.મારી હાલત મારા ઘાયલ મજનૂ પરના કાવ્યોમાં વર્ણવેલ મજનૂની હાલત કરતા જરા પણ અલગ ન હતી મને પણ દુરથી ડુંગર રળીયામણા લાગ્યા પણ નજીક આવતા જ….,એટલામાં “મેહુલમામા…” બાકડા પર બેઠા-બેઠા મે અવાજ સાંભળ્યો.પાછળ ફરીને જોયું તો છએક વર્ષની બાળા ૧૦ મંઝીલા ઇમારતના ચોગાન માથી પુકારી રહી હતી.મેં રસ્તાની ચારે તરફ નજર દોડાવી પણ તેના મેહુલમામા ન દીઠા.એટલામા એ ફરી બોલી “મેહુલમામા..”,”હું..?”,”તમે જ હોય ને વળી..”.હું વિચારમાં પડી ગયો,’કોઇ જાણીતી તો નથી…?,અહી કોણ જાણીતુ હોય..’ સામેથી વિચારોને ભંગ કરતી ૫૦ નંબર ની બસ આવતી દેખાણી.બસની બારીમાંથી મેં ફરી બહાર નજર દોડાવી તો બાળકની સપ્રેમ મારા પર ઠારેલી નજર જાણે કે સવાલ કરી રહી હતી,’કેમ જાવ છો..?’ ત્યાં એક કર્કશ અવાજે મારા વિચારો ને રોક લગાવી, “ટીકટ.”

એક જ ભુલનુ પુનરાવર્તન થોડુ થાય.આ શનિવારે હું પણ બાકીની જેમ જીન્શ-શર્ટમા પહોંચ્યો. ક્લાસ ખતમ થયા બાદ નવા મિત્રોનો પરિચય કરવામા ઘણો સમય લીધો,અંતે ઘડિયાળનો કાંટો ૨ ની નજીક આવતા ઉતાવળા પગે એ.એમ્.ટી.ઍસ સ્ટોપ પર પહોચ્યો. આ વખતે પણ એક અવાજ સંભળાયો “મેહુલમામા…”, હું ચોકિયો અવાજ જાણીતો હતો.મેં સફાળું ઉભા થઈ પાછળ જોયું,આશ્ચર્ય કોઇ ન હતું, ‘શુ મારો ભ્રમ હતો..?’.થોડી વારમાં જ મને જવાબ મળ્યો,એક કોમળ હાથે મારો શર્ટ ખેંચ્યો,મેં પાછળ ફરી ને જોયું તો ‘માસુમ ચહેરો,ફાટેલ લાલ થીગડા વાળુ ફ્રોક, માંથામાં લાલ રિબીન,પગમાં કાળા કપડાના પગરખા અને સોનીરી ઝાંઝર બાંધેલી બાળકી જે ઇમારતના ચોગાનમાંથી પુકારી રહી હતી તે મારી પાસે આવીને ઊભી હતી. “જો બકા…,.આમ એકલા બહાર ન નીકળાય.”,”પલ મું તો તમને મલવા આવી ચુ..”એણે બાળ સહજ કાલી ભાષામાં જવાબ આપ્યો. ‘હુ તારા મેહુલમામા નથી’ એમ કહીશ તો તે સમજશે કે કેમ કહેવું મુશ્કેલ હતું. હું કાઈ કહુ એ પેહલા તે બાજુમાં પાણીના પાઊચ વહેંચતા કાકા સાથે વાતો કરવા લાગી,મારા મન ને થોડી નિરાત થઈ કે હાશ કોઈ જાણીતું છે. નિશ્ચીંત બની હુ બાકડા પર બેસી બસની રાહ જોવા લાગ્યો.પણ એટલામાં એ ફરી મારી પાસે આવી બેસી ગઈ ને હાથમાં પેન્શીલ- કાગળ પકડાવી બોલી “મોલ્લો દોલો..”.લગભગ ૪-૫ વખત પુછ્યા બાદ મને સમજાણુ કે તે મને મોર નુ ચિત્ર બનાવવા માટે કહી રહી હતી.ઘણા દિવસે હાથમાં કાગળ-પેન્શીલ આવ્યા જાણે કોઇ કવિને ઇર્શાદ કિધુ. મેં તેને ૨-૩ મોરના ચિત્ર બનાવી આપ્યા.ખુશ થઈ તે ચાલી ગઈ.., મને પણ સામેથી ૫૦ નંબર આવતી દેખાણી….પછી તો જાણે કે રુટીંગ જ બની ગયેલ,હુ શનિ-રવી અમદાવાદ આવતો,જીનુ ને મળતો ક્યારેક માછલી,ક્યારેક ઘોડો, તો ક્યારેક હાથી બનાવી આપતો, હું,કાકા ને,જીનુ ૫૦ નંબર ન આવ ત્યાં સુધી વાતો કરતા.ફરી મળશુ કહી હું પછી ચાલ્યો જતો.કાકા પાસેથી મને જાણવા મળ્યુ કે તેના મમ્મી પાછળની બિલ્ડિંગમાં સફાઈ કામ કરે છે.નામ મેં જીનુ ને ઘણી વખત પુછ્યુ જવાબ પણ હર વખત મળ્યો પણ અફસોસ હું સમજી ન શક્યો,કાકા એને જીનુ કહી બોલાવતાં એટલે મેં પણ જીનુ જ રાખ્યું. કાકા પણ મને જીનુના મેહુલમામા જ સમજતા ને મેં પણ ક્યારેય ફોડ ન પાડ્યો.

(૩)

“પ્રણવ” એક અવાજે સિવિલ બહાર જોયેલા લાંબા સપનામાંથી મને બહાર ખેંચ્યો.”આવ્યો..ભાઈ.”,”શેના વિચારમાં હતો..?,ચલ બેસ જલ્દી.”,”હું આવી જાત ભાઈ..તમે કેમ તકલીફ..”હું વાત પુરી કરું એ પેહલા એક જોરદાર ધમાકાના અવાજે કાનના તમરાં ઉડાવી દીધા.ચારે બાજુ અફરા તફરી ફેલાઈ ગઈ,કોઈ કહે અકસ્માત થયો છે તો કોઈ વળી ગેસ સિલિંડર ફાટ્યુંછે. હર કોઈ સિવિલ થી દુર્ ભાગવા લાગ્યા. ભાઈ સમજી ગયો, કદાચ એટલે જ એણે પવન વેગે બાઈક મેઘાણીનગર તરફ દોડાવી.”શું થઈ રહ્યું છે ભાઈ..?”,બિલકુલ અજાણ મેં અધીરાઈથી પુછ્યુ.”બૉમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ લાગે છે.”,”શુ..વાત કરો છો.?”,”હાં.. હું હમણાં જ સમાચાર મા જોઈને આવ્યો,અમદાવાદ આતંકવાદીઓના સકંજામાં છે,અલગ અલગ જગ્યાએ બૉમ્બ પ્લાંટ કરાયા છે, મણીપુર,હાટકેશ્વર,નારોલ,બસ નંબર ૧૫૧ સંગમ થીયેટર,કાલુપુર રેલ્વે સ્ટેશન પર તો બ્લાસ્ટના ખબર મળ્યા છે. “ભાઈના કહેવાતા દરેક શબ્દ સાથે મારા હ્રદયના ધબકારા વધી રહ્યા હતા..બસ ૧૫૧ સંગમ થીયેટર સાંભળી મારી રુહ તાળવે બંધાણી,’આતો જીનુનો રોજનો રુટ હતો,કયાંક એમા બ્લાસ્ટ સમયે જ જીનુ…

લગભગ ૭૦ મિનિટ મા થયેલ ૨૧ બૉમ્બ બ્લાસ્ટમાં અંદાજે ૫૬ લોકો મ્રુત્યુ પામ્યા ને બીજા ૨૦૦ ઘાયલ થયા છતાં મારુ મન એકની જ ચિંતા કરી રહ્યું હતું.વિચારો એ પથારીમાં પડેલા અશાંત મસ્તીસ્કને ઘમરોળીને રાખી દિધુ.દરેક મિનિટ સાથે રાતની લંબાઈ વધી રહી હતી.પૂર્વ દિશામાં રાખેલી આંખો સુરજની રાહ જોઈ જોઈ થાકી.વારંવાર એક જ શબ્દ સંભળાતો,’મેહુલમામા…મેહુલમામા..’.ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનુ છે, આખરે સવાર થઈ., “ક્યાં..?”, “ક્લાસ”,”આજે ન જવાય,બંધનુ એલાન છે.”,”પણ ભાઈ ફરજિયાત છે,પરિક્ષા છે આજે,ન જાય તેના વાલી ને કમપ્લેન થશે”,”હું વાત કરી લઈશ.” ભાઈ એ જાણે કે પુર્ણવિરામ મૂકી દીધો,પણ ક્યાં સુધી એમને તો જોબ પર જવાનુ જ હતું. આ બાજુ એ ગયા ને બીજી બાજુ ભાભીને મનાવી હું નિકળી પડ્યો.

અકળામણના નિરાકરણ માંટે સૌ પ્રથમ હું સિવિલ પહોં્ચ્યો. લોહીથી ખદબદતા દેહો વચ્ચે મેં જીનુને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી, અંતે મે ફરી હંમેશની જગ્યાએ જ જવાનુ વિચાર્યું. અમદાવાદ નો ભેંકાર ચહેરો આ પેહલા ક્યારેય જોયો ન હતો. રસ્તા પર સન્નાટો છવાયેલો હતો.ચારે બાજુ પૂલીસ કર્મચારીઓ એ શોધખોળ આદરી હતી..નજીક આવતા જતા ઇન્કમટૅક્સ સાથે ધબકારા વધી રહ્યા હતા.ઇન્કમટૅક્સ પહોંચી ચારે બાજુ નજર દોડાવી પણ કોઈ દેખાતું ન હતું, ‘કાકા પણ આજે જ નથી’ મનમાંથી ઉદ્ગાર નીકળ્યા. મેં પાસેની બિલ્ડિંગમાં જઈ પુછ-તાછ કરી પણ અફરા તફરીના આ માહોલમા લોકો પોતાના પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા તો પારકાની તો વાત જ શી કરવી.અંતે થાકી મનનાં એક વિચાર ‘હજી તો ૯ વાગ્યા છે અત્યાર માં ક્યાં જીનુ આવે છે..’ મેં ક્લાસ તરફ પગ ઉપાડયા.ખરું કહુ તો બસ ૨ વગાડવા હતા. જેમ તેમ કરી ૨ પણ વાગ્યા, ‘હજી કોઈ નહી’ મેં નિઃશાસો નાખ્યો.પસાર થતા સમયની સાથે ચિંતામાં પણ વધારો થઈ રહ્યો હતો. શોધ ખોળના લગભગ પ્રયત્ન વ્યર્થ જઈ રહ્યા હતા અંતે હારી હતાશ હ્રદયે હું બાકડા પર બેસ્યો. ૨ વાગ્યાની, ૩ની,૪.૩૦ ની,૬.૩૦ ની એમ એક એક ૫૦ નંબર જઈ રહી હતી,પણ બસ તરફ આગળ વધવા પગ તૈયાર ન હતા.આંખો એ તો ક્યારની હાર માની લીધી પણ મન માનવા તૈયાર ન હતુ..

(૪)

લગભગ ૬.૪૫ વાગ્યે રસ્તા પર ખેદ હ્રદયે નજરો ઢાળી સુનમુન બેઠેલા મને ડાબી બાજુથી આવતી એક યુવતી નો જાણીતો અવાજ સંભળાયો..,જોયું તો આશાની કિરણ,જીનુના મમ્મી લગભગ-લગભગ મારા જેવા દેખતા યુવાન સાથ ચાલીને આવી રહ્યા હતા.હું સફાળો બાકડા ઉપરથી ઉભો થઈ ગયો.,એટલામાં મારા આશ્ચર્ય વચ્ચે “બેટા..એ બાજુ નહી..”,જીનુના મમ્મીના મોઢે આ શબ્દો સાંભળ્યા. ‘સામે આવતા જીનુના મમ્મી, તો મારી પાછળ ઊભેલ કોઈને બેટા કહી સંબોધિ રહ્યા છે તે….?’,મારા રોમ રોમમાં પ્રશન્નતા પ્રસરી ગઈ.સુખદ પળ તૂટે નહી એવી અપેક્ષા સાથે ભીની આંખે હું ધીરેથી પાછળ ફર્યો,બાજુમાં આવેલા મહાદેવના મંદિરમાં ‘હર હર મહાદેવ…’ના નાદ સાથે નગારા વાગ્યા.ચારે દિશામાં જાણે હર્સ ઉલ્લાસ વ્યાપી ગયો. “મારે નથી લોહીની સગાઈ જાણી..,રુહ કાં તુ તાળવે બંધાણી… ?”, પ્રશ્નનો જવાબ એ સમયે પણ મારી પાસે ન હતો ને આજ પણ નથી.જીનુના મમ્મી બોલ્યા “મેહુલ જોતો જિનલ રોડ પર ન ઘસી જાય,વાહનો આવે છે .”,જેના માટે મારુ મન વ્યાકુળ હતુ તેનુ સાચુ નામ હવે જાણ્યુ…પણ અચરજની વાતતો એ હતી કે હું મારુ સાચુ નામ ભુલી ગયો…, જાણે કે મારી ઓળખ ભુલ્યો,જીનુને રોકવા પગ માંડવા જતો જ હતો ત્યાં જીનુની મમ્મીની સાથે ચાલતો યુવાન આગળ આવ્યો ને જીનુને તેડી મારાથી વિરુધ્ધ દિશામા ચાલતો થયો. યુવાનના ખભ્ભા પર માથુ ઢાળી ને મારા પર નજરો ઠારી જીનુ એકીટસે મારા સામુ જોઈ રહી.એની સવાલ ભરેલ નજરો , મારી સપ્રેમ આંખોને જાણેકે પુછી રહી હતી ‘મારા મેહુલમામા તો આ રહ્યા તમે કોણ છો..?’સામેથી ૫૦ નંબર આવતી દેખાણી, હું બસના દરવાજા પર ઊભો રહીને અને જીનુ એના મામાના ખભ્ભા પરથી જાણે કે એક બીજાને દુર જતા જોઈ રહ્યા.બસ માં લાગેલા રેડિયો માં લતાજીના કંઠમાં ગીત ચારે દિશામાં ગૂંજી ઊઠ્યું…

“હમકો મીલી હેં આજ યે ઘડિયા નસીબસે, જી ભરકે દેખ લીજીયે હમકો કરીબ સે,
ફિર આપકે નસીબમે યે બાત હો ના હો,શાયદ ફિર ઇસ જનમમે મુલાકાત હો ના હો.”

આંખોમાં અસ્ક ને સ્વપ્ન ઘર સળગે છે,કેવી કયામત ?…ભર વરસાદમાં ત્રણ જિગર સળગે છે. ….પ્રણવ.

(૧)

“અરે મેરેકો ગુસ્સા તો વો મોટી પે આ રહા થા..”, “રીયલી એસે બિહેવ કર રહી થી જે સે કી હમે સેલેરી મિલ રહી હો . કમોન યાર હમ લોગ ટ્રેઇની હૈ કોઈ એમપ્લોય થોડી ન જો તુમ હર કામ હમ સે કરાઓ ગે”.પુનીત નાયલ અને દિનેશ નેગી એ ચેન્નાઈમાં ટ્રેનિંગ દરમ્યાન કરવા પડતા વધુ કામનો ગુસ્સો, ધોધમાર વરસાદની એક બપોરે કૈલાસ ઢાબામાં બેઠા બેઠા કાઢિયો. અમારા માટે કાંઈ નવું ન હતું,પુનીત અને દિનેશનો આ બળાપો કાયમનો . દિનેશ રાજસ્થાન કોટા થી અને પુનીત દેહરાદુન,અનાયાસે જ અમારી મુલાકાત કંપની માં થયેલી આગળ જતા મુલાકાત મિત્રતા માં પરિણમી, અમે ચારે ટ્રેનિંગ સેશન દરમ્યાન ચેન્નાઈમાં સાથે રૂમ રાખી લીધો.અમારે રૂમ પાર્ટનરની જરૂર હતી, પુનીત અને દિનેશ ને કોઈ જાણીતાના સંગાથની આમ તો અમારા માટે પણ ચેન્નઈ નવું ખરૂ પણ પુનીત અને દિનેશ કરતા એક મહિના વહેલા ટ્રેનિંગ શરૂ કરેલી માટે થોડી ઘણી ચેન્નેઈની ઓળખ ખરી.અમારા થી મારો મતલબ છે હું અને મારો અમદાવાદી મિત્ર સૌરભ ગાંધી. સૌરભ સાથે પહેલી વાર હું એલ.ડી કોલેઝમાં એક ઓફ કેંપસ દરમ્યાન મળેલો.ગોળ મટોળ ચહેરો,ગોરો વાન,સામાન્ય કરતા થોડું જાડુ શરીર,આંખ પર બિલોરી કાચ જેવા ચશ્મા માથામાં આડી સેંથી જાણે કે મમ્મી એ કોઈ લાલા ને સ્કૂલ માટે તૈયાર કર્યો હોય,દેખાવમાં સૌરભ સ્માર્ટ ખરો પણ ચહેરો ઘણો માસૂમ લાગે માટે જોઈને જ મઝાક કરવાની ઈચ્છા થાય.સૌરભ સ્વભાવે એટલો તે ઠંડો કે કોઈ શું બોલે છે એનો કદી ફરક ન પડે.

ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનીબહાર આવેલો કૈલાસ ઢાબો અમારી રોજની બેઠક,રાખેલો રૂમ પણ ત્યાંથી નજીક. હું અને સૌરભ તો રજાનો આખો દિવસ આ ઢાબા પર કાઢી નાખતાં, હંમેશ જનમેદની થી ભરેલ આ રેલવે સ્ટેશન પર રોજ ના સેંકડો મુસાફરો ની આવા-જાવી રહેતી. એમને નિહાળવામાં સમય ક્યાં વીતી જતો ખબર પણ ન રહેતી.આજે પણ કંઈક આવું જ બનેલ,રવિવારની બપોરે કંપની માં એકસ્ટ્રા સમય આપ્યા બાદ અમે ચારે મિત્ર કૈલાસ ઢાબા પર ચાની ચુસ્કી સાથે વરસાદનો આનંદ લઈ રહ્યા હતા, કે અચાનક સૌરભનુ ધ્યાન રેલવે સ્ટેશનનાગેટ પર પડ્યુ. કોઈ જાણીતું જોઈ સૌરભ ‘હું આવુ..’ કહી ને ચાલ્યો ગયો.”અરે વો દેખ.વો દેખ..પીટેગા બોસ આજ તો ગોલું જરૂર પીટેગા..”,પુનીત સૌરભને ચીડવવા ગોલુ કહી બોલાવતો.મેં પાછળ ફરી જોયું તો સૌરભ લાલ સાલવાર કમીઝમાં સજ્જ યુવતી સાથે વાત કરી રહ્યો હતો. યુવતી ના ચહેરા પર સૌરભ ને મળવા નો આનંદ દૂરથી પણ જોઈ શકાતો હતો. “સ્ટોપ ઈટ યાર..,એની કોઈ રિલેટિવ હશે.”કહી મેં પુનીત ને તો અટકાવ્યો પણ ખરેખર માં હું પણ મૂંઝવણમાં હતો સૌરભની ઓળખીતી અને અહીં ચેન્નઈ..!,સૌરભના પરિવારની વાત કરું તો માતા, એક બહેન,મામા અને એક કાકા પણ એમાંથી કોઈનું પણ ફેમિલી ચેન્નઈમાં હોય તેવુ મારા ધ્યાનમાં ન હતુ.યુવતીની બાજુમાં પડેલા થેલા એ ઘણા બધા સવાલનો અંત આણ્યો,નક્કી ગુજરાત બાજુની કોઈ હોવી જોઈએ.હું અનુમાન કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે સૌરભે મને હાથ ઊંચો કરી એની પાસે બોલાવ્યો..

“પ્રણવ ત્રિવેદી માય કલીગ કમ ફ્રેન્ડ..”,”એન્ડ પ્રણવ ધીસ ઈસ મુર્તી શાહ માય સ્કૂલ ડેયજ ફ્રેન્ડ..” મુર્તી નામ સાંભળતાં હું ચોકિયો.મેં સૌરભ સામે જોયું, દૂરથી હું મુર્તીના ચહેરા પરની પ્રસન્નતા જોઈ શકે લો પણ સૌરભની આંખોમાં તેજ અને ચહેરા પરની અદ્ભુત પ્રસન્નતા પર મારુ હવે ધ્યાન ગયું.મેં કાંઈ ન બોલી ને પણ સૌરભને પુછી લીધુ શું આ એજ મુર્તી છે જેનો ૮ વર્ષ પહેલાનો ફોટો તેણે પાકીટમાં સંતાડી રાખ્યો છે,અને દિવસ માં એક વખત ફોટો ન જુએ ત્યાં સુધી તેને ચેન નથી પડતુ ?….જવાબ પણ સૌરભની આંખો પાસેથી કોઈ સંવાદ વગર જ મળી ગયો..”હાં એજ”.

પુનમના ચાંદ જેવો ચમકતો ચહેરો, લાલ ચૂડીદાર સાલવાર-કમીઝ,સોનેરી દુપટ્ટો,પગમાં હીલ વાળા સેડલ,એક હાથમાં ગોલ્ડન ઘડિયાળ અને બીજામાં નામ પુરતી બંગડી,કપાળ પર જીણી બિંદી અને હસીને જવાબ આપવાનો અંદાજ….. એક વસ્તુ સમજાણી કેમ સૌરભ મુર્તીને દિવસમાં એક વાર જરૂર યાદ કરતો.”પ્રણવ, યાર હું મુર્તીને છોડી આવું તુ સર નો ફોન આવે તો..”,”ડોન્ટ વરી આઈ વિલ હેન્ડલ.”દિલાસો આપી હું છુટો પડ્યો.”થેન્ક ગોડ યાર તુ મળી ગયો,ટ્રેનમાં મને એટલી ચિંતા થઈ રહી હતી કે વાત જવા દે ,અજાણ શહેરમાં ‘હાવ વિલ આય મેનેજ..?’,તુ કહે અહીં ક્યાંથી..?”,કૈલાશના ઢાબા તરફના રસ્તા પર ચાલતા હું મુર્તી એ કહેલી આટલી વાત સાંભળીશક્યો. બેઠા-બેઠા હું એક જ વિચાર કરી રહ્યો ભગવાન પણ ખરેખર દયાળુ છે.આખરે એણે નિશ્વાર્થ પ્રેમ જોયો ખરો.ખુશી હતી સૌરભ છેલ્લા ઘણા વખતથી જેની સાથે ગળાડૂબ પ્રેમમાં હતો તે આજે સામે ચાલી એને મળી,અને હવે જો સૌરભ એની સામેં પ્રેમનો ઇકરાર કરે તો સહુ સારાવાનાં…રાહ હતી તો બસ સૌરભના પાછાફરવાની અને સારા સમાચાર સંભળાવવાની.

(૨)

રાતના ૯ વાગી ગયા હતા આખો દિવસ પડેલ ધોધમાર વરસાદે શહેરમાં પુરનુ વાતાવરણ સર્જેલું હતું.જન જીવન સંપૂર્ણ પણે અસર ગ્રસ્ત હતું, લગભગ દરેક રોડ પર પાણી ફરીવળ્યા હતા. વાહન વ્યવહાર સંપૂર્ણ પણે ઠપ્પ થઈ ગયો હતો. હું બાકી મિત્રો જોડે હાથમાં છત્રી લઈ શહેરની હાલત જોવા નિકળી પડેલો, ત્યાં ખિસ્સામાં પડેલો ફોન રણક્યો જોયું તો સૌરભ… વરસાદી વાતાવરણમાં સવારનો પ્રસંગ ભુલાઈ ગયેલો જે સૌરભનો ફોન આવતા ફરી તાજો થયો..”બોલ બોલ ભાઈ..”,”ક્યાં છું ?, રૂમ ને લોક કર્યુ છે.”, “અ…. મેં નથી કર્યુ કદાચ પુનીત અને દિનેશે…..એ બન્ને આજે મુવી જોવા જવાના હતા.”, “ફટાફટ આવ”, “હમણાં આવ્યો.”, “અમે બાજુમાં કૈલાસ ઢાબે છીએ”.

ફોન મૂકી હું સત્ વરે કૈલાસ ઢાબે પહોંચ્યો ,”એનીથીંગ સિરીયસ..?”,મને સૌરભના અવાજમાં નિરાશા લાગેલી એટલે મેં પહોંતાજ પુછ્યુ. “નથીંગ મુર્તીને રિટર્ન મુંબઈની ટ્રેન છે, એ પલળી ગઈ છે માટે તુ બેસ હું એને કપડા ચેઈન્જ કરવા આપણા રૂમ સુધી મૂકી આવું”.સૌરભ અને મુર્તી રૂમ તરફ ગયા.સૌરભના ચહેરા પર ગમગીની છવાયેલી હતી. હું સમજી સકતો હતો કે જરૂર કોઈ વાત છે. એટલામાં સૌરભ મુર્તીને રૂમ સુધી છોડી ને આવ્યો, અને આવતા જ સિગરેટ સળગાવી.જનરલી સૌરભ ને વ્યસન ન હતું પણ મેં તેને તણાવ ના સમયે સિગરેટ ફુંકતા જોયેલો. “વોટ હેપન..”, “નથીંગ..”, ” કાંઈ વાત થઈ ?”, “શેની ?”, ” તુ મુર્તી સાથે ગયેલો ને…., કરી વાત તારા એન પ્રત્યેના પ્રેમને લઈને ?”. “પાગલ થઈ ગયો છે…..કરી વાત કહે છે.”, આટલો જલદી ગુસ્સે થતા સૌરભ ને આ પહેલા ક્યારેય ન હતો જોયો હું સમજી સકતો હતો તે દુખી હતો,થોડી વારની શાંતી બાદ બોલ્યો , “હું મોડો પડ્યો એ પ્રેમ કરે છે કોઈ બીજાને.”,”તુ ચાહે તો મને વાત કરી શકે છે એટલીસ્ટ તારુ મન હળવું થશે “.

સિગરેટનો કસ અંદર લેતા તેણે શરૂઆત કરી. “આલોક જાહ નામ છે એનું, મુર્તી સાથે કોલેજમાં હતો. કોલેજ કેંમ્પમાં આવી છે મુર્તી.., સ્પેશ્યલ એને જ મળવા ચેન્નઈ આવી છે. આજે કેમ્પ સાથે પાછી ફરવાની છે”., “તુ મળ્યો અલોક ને..?”, “મળી તો એને હું શું મુર્તી પણ ન શકી..”, “કેમ ?”, “શહેરની બહાર શિંગુર હિલ સ્ટેશન પર મળવાનો કદાચ એમનો પ્લાન હતો પણ વરસાદ…,હાઈ વે જામ ૨ કલાક રાહ જોઈ પણ રોડ ખુલવાના ચાન્સ બહુ ઓછા જણાઈ રહ્યા હતા.”,”પછી ?”, “પછી શું એમના પ્લાનમાં ચેઇન્જ શહેરમાં જ ઈશ્વરીય વિનાયક મળવાનું ફોન પર નક્કી થયું. જેમા આલોકે મદુરાઈ વાળા રોડ થી શહેરમાં દાખલ થવાનુ હતુ પણ અફસોસ એ રોડ પર પણ સાંજ પડતા પડતા બકિંગહામ કેનાલના પાણી ફરી વળ્યા.”, “ઓહ..”,”આખો દિવસ હું એમના બદલાતા પ્લાન પ્રમાણે મુર્તી ને મન્ડાવેલી,નંદેશ્વર,મૌલા-અલી દરગાહ, એમ.જી.આર ફિલ્મ સીટી ફેરવતો રહ્યો પણ વરુણ દેવ જાણે કે એમના મિલનમાં શનિ બન્યા હતા,લગભગ રોડ બકીંગહામ કેનાલ અને અધ્યાર નદીના પાણી ફરી વળ વાના કારણે બ્લોક હતા.,છેલ્લે કંટાળી ટ્રેનનો સમય નજીક આવતા આલોકે મુર્તીને કોઈ પણ હિસાબે રેલવે સ્ટેશન પર મળવાનું પ્રોમીસ કર્યુ છે.”, “પછી…. તે તારા એના પ્રત્યેના લગાવ ને લઈને વાત ન કરી ?”, “તુ પણ પાગલ છે.ચાર વર્ષથી બન્ને એક બીજાની સાથે છે, ખુશ છે.,અને એ થી પણ વધારે પ્રેમ કરે છે મુર્તી એને…જોતો નથી ઘર પરિવારની ચિંતા કર્યા વગર, કેંમ્પના કલીગ અને પ્રોફેસરની ચિંતા કર્યા વગર લાખો મુસીબત સહી એ આલોક ને મળવા આવી છે. હું એના માટે કોણ છુ ૫-૬ મહિને એકાદ વાર મળતો બાળપણનો મિત્ર.”, “પ્રેમ તો તુ પણ એને કરે છે છેલ્લા ૮ વર્ષથી,નિશ્વાર્થ પ્રેમ….”,થોડી વારની શાંતી બાદ મેં ફરી પુછ્યુ, “તો હવે શું વિચાર્યુ છે ?” , “વિચારવાનુ શું હોય મુર્તીને સલામત એની ટ્રેન સુધી પહોંચાડી દઉ પછી ..,તુ પણ સાથે ચાલ અહીં એકલો બેસી શું કરીશ.”, “હું સાથે આવી શું કરું ?,તારી હાર જોઉ.”, “હારમાં તારા જેવો મિત્ર સાથે હશે તો હિંમત રહે શે..” . બોલતા બોલતા સૌરભનુ ગળું ભરાઈ ગયું.મને પહેલી વાર અહેસાસ થયો જાણે મારો બાળક જેવો લાગતો મિત્ર ઘણો મોટો થઈ ગયો છે.સવારમાં જે ભગવાનનો મેં આભાર માન્યો હતો તેને દરેક દુ:ખનું કારણ બનાવ્યો …પ્રભુ તુ પણ ખરો છે એક પળમાં સર્વસ્વ આપે છે અને બીજા જ પળે…!

“ચલે..” એટલામાં ડ્રેસ ચેઇન્જ કરી આવેલ મુર્તીનો અવાજ સંભળાયો.મેં સૌરભ અને મુર્તીએ રેલવે સ્ટેશન તરફનો રસ્તો પકડ્યો…….

(૩)

સમય રાત્રિના ૧૦.૪0 તારીખ બદલાવા માં એકાદ કલાક બાકી હતી પણ વરસાદ એની ફિદરત બદલવા ના બિલકુલ મુડમાં ન હતો. વીજળી અને ગાજવીજ સાથેના ધોધમાર મેઘે રાત્રિનુ ચિત્ર ડરામણું બનાવ્યુ હતું.અમારા સદ્ભાગ્ય કે રસ્તામાં છાપરા નાખેલા એટલે
વરસાદમાં પલળવાથી બચી શક્યા. લગભગ ત્રણે ના ચહેરા પર ઉદાસીન વાદળ જોઈ શકાતા. મુર્તી આલોક સાથેની એક મુલાકાતની ઝંખના ને લઈને ચિંતિત હતી તો સૌરભ કદાચ આખરી મુલાકાત ને લઈને, જ્યારે હું સૌરભને લઈને દુખી..,લાંબા સમયના સન્નાટા બાદ મેં જ કઈ વાત કરવાનુ બહાનુ શોધ્યુ, “શો….કોઈ ને મળવા માટે આવેલી ? “, “યા…”, “બોયફ્રેંન્ડ ?”, એને ખાલી આંખોના સ્મિત થી હા કહી અને બોલી, “આલોક..આલોક જાહ બટ કદાચ અમારા નસીબમાં નથી.”, કહી એણે પુરા દિવસની કથા ટુંકમાં મને સંભળાવી.એની આંખોમાં શોકની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી પણ મને એના કરતા કોઈ બીજાના જીવનમાં આવનાર શોકના વંટોળ દેખાતા હતા.,”આઈ થીંક મિ.આલોકે ટ્રાય નથી કરી બાકી ફિલ્મ સિટી પરથી ચેન્નઈ સેન્ટ્રલ આવવાનો રસ્તો કદી બંધ ન થાય.”,મુર્તી મારો મઝાક સમજી શકી,તણાવ વચ્ચે પણ હલ્કુ હસી મને રિસ્પોન્સ આપ્યો પણ મારી ઈચ્છા એને હસાવવાની નહી કંઈ બીજી હતી, “કેમ મુર્તી તારુ શું માનવું છે ?”, મેં કશોક જવાબ મેળવવા પ્રયત્ન કર્યો., “બિલકુલ મારુ પણ એવુજ માનવુ છે.”, “તો હવે ? “, ” હવે શું…બ્રેક અપ…?”,એણે મને રમુજમાં પુછ્યુ.,”હાં…હાં બ્રેક અપ, આમ પણ તને તો કોઈ પણ સારો છોકરો મળી જાય.અં….આપણો સૌરભ જ જોઈ લે તારા માટે બીચારો સવાર થી ખાધા પીધા વગર વરસાદમાં પલળે છે.”, હવે મેં મારી વાત એની સામે રાખી..,પણ અફસોસ એણે આ વાત પણ મજાક જ સમજી ચહેરા પર પહેલા કરતા મોટી સ્માઈલ રાખી બોલી,”હું ટિકટ કલેક્ટ કરી લઉપછી આપણે બેસી એના વિષે ડીટેઈલમાં વિચારીયે”.

મુર્તીના જતા જ સૌરભે મારી સામુ આંખો કાઢી.,”હું તો ફક્ત તારી મદદ કરી રહ્યો હતો,તારી વાત એના સુધી પહોંચાડી રહ્યો હતો.”, “તારે મારી મદદ જ કરવી છે ને તો એક કામ કર હવે નિકળ ,તારું કાંઈ કામ નથી તને દેખાતું નથી એ કેટલી ટેન્શન માં છે ?.”, “એનાથી વધારે તો મને તુ ટેન્શન માં લાગે છે.”,પણ અફસોસ મારે છેલ્લો ડાયાલૉગ એકલા એકલા જ બોલવો પડ્યો કારણ મને ધમકાવી સૌરભ પાણીની બોટલ લેવા સામેની કેંન્ટીન પર ચાલ્યો ગયેલો. એટલામાં સામેથી મુર્તી ટીકટ લઈ આવી પહોંચી.જતી વેળા એ સ્વસ્થ જણાતી મુર્તીની હાલત વળતી વેળાએ કોઈની સાથે ફોન માં વાત કરતા કરતા અસ્વસ્થ જણાતી હતી. પરિસ્થિતિ સમજતા મને વાર ન લાગી કદાચ આલોકનો ફોન હોવો જોઈએ અને એમના મળવાના લાસ્ટ ચાન્સ પર પાણી ફરી ગયું હોવું જોઈએ જેનો અંદાજો મને સૌરભને પહેલેથી જ હતો, શહેરમાં પાણી જ એટલા ભરાયા હતા…રેલવે સ્ટેશન પર આવતા લગભગ રસ્તા પર તો ઢીંચણ સુધીના પાણી ફરી વળ્યા હતા. ભીની આંખો એ મુર્તીએ ફોન મને આપ્યો ,કદાચ આલોકે સાથે હોય એ વ્યક્તિને ફોન આપવાનું કહ્યું હતું.

“હલ્લો…સૌરભ.”, “જી મેં પ્રણવ….સૌરભ કા દોસ્ત વો કુછ સામાન લાને કે લીયે કેન્ટીન ગયા હૈ.”, “મેં અલોક બોલ રહા હું..મુર્તી કા ફિયાન્સ યાર મેને બહુત ટ્રાય કી પર લગભગ પુરે શહેર મેં પાની ભરા હુઆ હૈ,મેરી ગાડી ભી એક જગહ પે ફસ ગઈ હૈ,મોબાઈલ કી બેટરીભી ચલી ગઈ હૈ યે પબ્લીક બુથ સે કોલ કર રહા હું,મુર્તીને મુજે બતાયા તુમ લોગો ને પુરે દિન ઉસકી હેલ્પ કી હૈ,એક ઔર અહેસાન કરદે ના ઉસે સંભાલના પ્લીસ વો બહુત દુખી હૈ,મેં પુરે દિન સે ટ્રાય કર રહાં હું ઉસ તક પહોંચને કી પર કમબખ્ત બારીસ..”કહેતા કહેતા એનાથી પણ એક ડૂસકું ભરાઈ ગયું હું એના અવાજમાં પણ દર્દ સ્પષ્ટ સાંભળી સકતો હતો. “હલ્લો..”,કહીને એણે વાત આગળ ચલાવી,”ઉસે કહેના મેં અગલે મહિને હી છુટી નિકાલ કે મુંબઈ મિલને આઉંગા..”, “યુ ડોન્ટ વરી વિ વિલ હેન્ડલ…”,કહી મેં ફોન મુક્યો. હવે મને સમજાણુ કે હું વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો .મુર્તી અને આલોક વચ્ચે કોઈ ફિલ્મી નહી ખરેખરે પ્રેમ હતો. એકની ખુશી બીજાની ખુશી અને એકનું દુખ બીજાનું દુખ હતું… આલોકનુ માનું તો એ મુર્તી ને દુખી ન હતો જોઈ શકતો અને દુર રહીને પણ મુર્તી ખુશ રહે એનો એણે પુરો પ્રયત્ન કર્યો, સૌરભ ચાહતો હતો કે મુર્તી જેની સાથે પણ રહે હંમેશા ખુશ રહે,જ્યારે હું ચાહતો હતો કે સૌરભ ખુશ રહે…..ખરેખર વિકટ પરિસ્થિતિ હતી,સાચો તો બન્નેનો પ્રેમ હતો પણ કોનો પ્રેમ વધારે એ નક્કી કરવુ મુશ્કેલ હતું.

ટ્રેનની વિસલ કાને પડી.ઓલ રેડી ૨ કલાક મોડી ચાલતી ટ્રેન ઉપાડવાની ઇન્કવાયરી ઓફિસમાં થી ઘોષણા થઈ. સૌરભ થોડો ઘણો નાસ્તો અને પાણીની બોટલ લઈ આવી ગયો મેં તેને અલોકના ફોન વિષે વિગતવાર વાત કરી. સૌરભે મુર્તીની બેગ ઉપાડી ટ્રેન સુધી પહોંચાડી, ટ્રેનની બીજી વિસલ સંભળાણી મુર્તી ટ્રેનના દરવાજા પાસે પહોંચી ગઈ,આખરી વાર સૌરભને ભેટી મુર્તીએ કહ્યુ…”થેંક્યુ સો મચ ફોર યોર સપોર્ટ ઈન સચ અનનોન સીટી,તુ ખરેખર મારો સાચો મિત્ર છે, હું તારો અહેસાન ક્યારેય નહી ભુલુ..”, “ખરેખર તુ મારો આભાર માનવા માગતી હો તો આસુ લુછી નાંખ હું તને ખુશ જોવા માંગું છુ”.,મુર્તી એ રૂમાલ થી આંસુ લુછી નાખ્યા..,”અને પ્રોમીસ કર કે રસ્તામાં ફરી રડીસ નહીં..”, “એ નહી કરી શકાય આજ સવાર થી રોકી રાખ્યા છે આસુ હવે નહી રોકી શકાય..”, કહેતા કહેતા એની આંખો ફરી ભીંજાઈ ગઈ. સૌરભે એના ખભા પર હાથ મૂકી દિલાસો આપતા કહ્યું , “હું સમજી શકું છુ તારા પર શું વીતી રહી છે…”,એટલામાં ટ્રેનની આખરી વિસલ સંભળાણી ને ટ્રેને ધીમી ગતી એ શરૂઆત કરી “તુ નહી સમજી શકે મારા પર શું વીતી રહી છે…..કેમકે તે ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો ને…..”. ટ્રેનનાં દરવાજા પર ઊભા રહી આ અખરી વાક્ય મુર્તી એ સૌરભને કહ્યું. મુર્તીને આંસુ રોકવાની વાત કરનાર સૌરભ પણ આંસુ રોકવામાં સફળ ન થયો…,મુર્તી સૌરભને અને સૌરભ મુર્તીને એક બીજાથી દુર થતા જોઈ રહ્યા,…

રેલવે પ્લેટ ફોર્મ પર ઠેર ઠેર લગાવેલા રેડિયો જોકીમાં અવાજ સંભળયો…”નમસ્કાર રાત કે ૧૨ બજ ગયે હૈ પુરા ચેન્નઈ બારીસ સે ભીગા હુઆ હૈ પર ફિરભી આપકે સામને હાજીર હૈ આપકા દોસ્ત,અપના જખ્મી દિલ લે કે વિમલ ચક્રવર્તી… બતાઈયે કોનસા ગાના સુનના ચાહેંગે આપ..” વાક્ય પુરુ કરતા જ રેલવે પ્લેટફોર્મ પર એક ગીત ગૂંજી ઊઠ્યું…..
ખયાલો મેં લાખો બાત યું તો કહે ગયા…,બોલા કુછના તેરે સામને..,

હુવે ના બેગાને તુમ હોકે ઔર કે ..દેખો તુમના મેરે હી બને..,

કૈસે બતાયે ક્યું તુજકો ચાહે યારા બતાના પાયે…,બાતે દિલો કિ દેખો જુબા કી આંખે તુજે સમજાયે..
તુ જાને ના…
તુ જાને ના….

જોયા છે.

મુસીબતો ને આફતો તો ગામે ગામ જોયા છે.
અક્ષય પ્રાણ ને હરનાર મેં સામે સામ જોયા છે.
અહિંસક નામ આપીને મને બેનામ ના કરશો,
અશોક સમ્રાટની સાથે હરેક સંગ્રામ જોયા છે.

નાશવંત દેહના અંગો એ ડામે ડામ જોયા છે,
ઇમાનદારો ની વચ્ચે રહી ઇલજામે ઇલજામ જોયા છે,
અક્ષીર શ્રાપ આપી ને મને સન્માન ના કરશો,
મૂત્યુ ને મારથી કપરા મેં અંજામ જોયા છે.

મંદિરો ને મદ્રેસામાં રામે રામ જોયા છે,
સંતો ને ફકીરોના મેં ઠામે ઠામ જોયા છે,
નાસ્તિક નામ આપીને મને બદનામ ના કરશો,
શ્રવણની રાહ પર ચાલી મેં ચારે ધામ જોયા છે.

પ્રણવ.

ઘાયલ મજનૂની સાઈકલ સવારી.

આંખો પર ગોગલ્સ ને ટ્રીન-ટ્રીનના નાદે,
નિકળ્યા છે મજનૂ ભાઈ સાઈકલ સંગાથે.

ઉભરેલુ જાજમ ને,ઘાટીલો દેહ,સામે ઉભેલી એક સન્નારી કહે,
“જાવું છે માહીમ જરા ઉભો તો રહે,અંધારીયો છે મેઘ મને બેસાડી લે.”

જિન્સ ટી-શર્ટને ને ચહેરા પર સ્કાફ,
આંખના ઇશારાથી કહે બેસી જાવ આપ.

સુંદરી ના સ્પર્શનો કોમળ અહેસાસ,
મજનૂ ને બનાવતો કાંઈ ખાસમ ખાસ.

રૂપમતીના રૂપથી ડઘાઈ ગયો,
સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગયો,

શહેર બન્યું સામ્રાજ્ય ને સાઈકલ બની હાથી,
પોતે મહારથી ને પાછળ રાણી સંગાથી.

ઘાયલ મજનૂને મળ્યુ એવુ તે બળ,
સુંદરી એ જાણે કે ભરિયું ઈંધણ.

સરર..સરર..સાઈકલ સાઈડ કાપતી જાય,
ભલ-ભલાની ગાડી પાછળ રાખતી જાય.

“આવ્યુ છે માહિમ હવે જાઉં છુ હું,
મળશુ ફરી હાલ ભીંજાવું છુ હું..”

“ભલે ભીંજાય ચુંદ્ડીને ભીંજાય ઘરચોળું,
પ્રેમનો ભુખ્યો ગોરી આજ નહી છોડું.”

“કહેવું છે કાંઈ જરા ઉભી તો રહે,
જોવો છે ચહેરો., સ્કાફ હટાવી તો લે.”

હટ્યો જ્યાં સ્કાફ મજનૂ ડઘાઈ ગયો,
ફૂટેલી મુછો ના દોરા જોઈ ગભરાઈ ગયો.

ટ્પાક ટ્પાક તાળીઓ ને, “હાય..મારો રાજૂ.” એના બોલ,
અવાજ એનો સાંભળુ તો લાગે ફાટેલો ઢોલ.

વીતેલી ક્ષણ યાદ કરી શરમાઈ ગયો,

કોને કહે મજનૂ છેતરાઈ ગયો.

પ્રભુ..માન્યું આજ પણ છે ,ભાગ્યની બલિહારી.
એ નિકળી કિન્નર મેં ધારી તી સન્નારી….

પ્રણવ….

નનામી પ્રેમની જાણી,દેહ ધબકાર ન છોડે.

પ્રેમની દરેક વાત ન્યારી છે.હરેક પળ પ્યારી છે,દરેક સાંજ સારી છે.
તમે વૈરાગ ધારી છો અમે પણ ભેખ ધારી છી,
જાઓ-જાઓ સૂનાર, વિરામ ન કરતા,
અનુભવ પ્રેમના ઊર્મી, ક્યાંક વિચાર ન બદલે.

સુલોચના ને અંધાપાની ઠેક પ્યારી છે,જાણે મોગરાની મહેક થી છટક બારી છે,
તમે સંસ્કારથી ભરયા,અમે સંસારથી ડરીયા
આવો આવો સૂનાર આજ આખરી ક્ષણ છે,
નનામી પ્રેમની જાણી,દેહ ધબકાર ન છોડે.

પ્રણવ…….

જવાન જિંદગી માહે વિચાર કેટલોક આજ.

ચમકતી ચાંદની સંસાર કેરું રૂપ લાગે છે,
ઝળકતી રૂપની ઝલક આજ અનુપ લાગે છે,
જવાન જિંદગી માહે વિચાર કેટલોક આજ,
છલકતી સમ્રૂધ્ધી પણ સૌંદર્ય સામે કદરૂપ લાગે છે.

સુલભતી નાર અંધકાર માં લુપ્ત લાગે છે,
દહેકતી મિનાર, વિકાર ને ગુપ્ત રાખે છે,
જવાન જિંદગી માહે વિલાપ કેટલોક આજ,
ગરજતી દેવેન્દ્રની ઇંન્દ્રિયો ક્યાં ત્રૂપ્ત લાગે છે ?

ધબકતા દેહની જઠરાગ્નિને ભૂખ લાગે છે,
મહેકતા સૌંદર્યની સામ્રાજ્ઞી ને ક્યાં દુઃખ લાગે છે,
જવાન જિંદગી માહે વિકાર કેટલોક આજ,
તડપતી તલપ પણ બ્રહ્મચર્ય ને સુખ લાગે છે.

પ્રણવ…

મિત્ર

ઉલજેલી વાતે,સુલજેલી મુલાકાતે,સંસારમાં અમે મળતા રહ્યા….

તળાવને આરે,સુભાષબ્રીજની ધારે,સાથે બેસી અમે હસતા રહ્યા….

આપતી ના ટાણે,મ્રુતકોની કાણે,એક બીજાના દુખ અમે વહેંચતા રહ્યા….

રમતના મેદાનમાં,બાબા બર્ફાનીના ધ્યાનમાં,એક બીજાનું સુખ અમે માગતા રહ્યા….

ચોરી પકડાતા,મુસીબતમા જકડાતા,એક બીજાનો બચાવ અમે કરતા રહ્યા….

કૉલેજની ધમાલ માં, ફિ વધારાની બબાલમાં,પોલીસનાં ધોકા પણ વહેંચતા રહ્યા….

સીમા છે સારી,પાયલ પણ પ્યારી,એક બીજાની સાથી અમે શોધતા રહ્યા….

કંપની ના કામે,કે અભ્યાસના નામે ,એક બીજાની સલાહ અમે માનતા રહ્યા….

ગભરાય છે કાં તુ..?,ઉભો છુ ત્યાં હું,એક બીજાની હિંમત અમે વધારતા રહ્યા….

હેરાન ના કર એને ,દુશ્મનના બન એનો,એક બીજાના શત્રુને ચેતવતા રહ્યા….

એમના કરાય,આમ ખોટુ ના મનાય,એક બીજાની ભૂલો અમે સુધારતા રહ્યા….

પ્રભુ, ક્રૂષ્ણ સુદામા ને રોમન પિઠીયાસ જેમ,ઇતિહાસમાં નામ નથી માગવા આવ્યા….

નિલકંઠના આરે,સોમનાથ ના સહારે,બસ..જીવન ભરનો સાથ અમે માગતા રહ્યા….

કરી દો છલની કતરા કતરા મારી માં ભોમ ને રક્ત થી રંગવી છે.

हाथ, जिन में है जूनून, कटते नही तलवार से,
सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से.
और भड़केगा जो शोला सा हमारे दिल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है

                                “વંદે માતરમ્..વંદે માતરમ્..” એક શબ્દ જેના નાદે શરીરનું રોમ રોમ ચેતન વંત થતુ,લોહીનું એક એક ટીપું જેનુ એ નાદને સમર્પિત એવા લગભગ સો એક ભારતી યો અંગે શ્વેત વસ્ત્ર અને હાથ મા કેશરિયો,”મા ભોમ ને પુકારા હૈ”,કહી રાજઘાટ તરફ આગળ વધ્યા બીજી જ ક્ષણે એમના હૈયાની મરી ફિટ વાની તમન્ના ની કસોટી સમા લગભગ એક હજાર દંડ ધારી સૈનિકો સાથે સામનો…અંગ પર પડતી એક એક અગન જ્વાળા સાથે વંદે માતરમ્.. નાદ વધુ ને વધુ ઘેરો થતો જતો.કોઈકે શહાદત વહોરી તો મહાત્મા ગાંધી થી માંડી બીજા ઘણા દેશપ્રેમી ને તિહાર જેલ…”કરી દો છલની કતરા કતરા મારી માં ભોમ ને રક્ત થી રંગવી છે.”

આજે સમય બદલાયો… ચંદ્રશેખર ના એક પુસ્તકમાના શબ્દો “આઝાદીના   ૬૮એક વર્ષ બાદ એક ગાંધી ફરી અવતરસે,જેના વિચારોની ક્રાંતિ દેશને ફરી આઝાદી અપાવસે.” જાણે કે ખરી ઠરવા જઈ રહ્યા હતી.૧૯ ઓગસ્ટ જેલમાંથી માત્ર બે દિવસના પોતાના મરજીનો કારાવાસ ભોગવી લાચાર બનેલી સરકારની ભાવનાઓને માન આપી અન્ના હજારે તિહાર જેલમાંથી બહાર નિકળી રામલીલા મેદાન પર અનશન માટે રવાના થયા.લગભગ પાંચ કિલોમીટર ના રસ્તામાં લાખો જન મેદની તેમના પ્રયત્નને વધાવવા માટે,તેમજ તેમના વિચારના સમર્થન માટે ઉભી હતી.લાખો લોકોનો એક અવાજ “હું અન્ના છું..”,જ્યાં અન્ના એટલે એક વિચાર.  “WHETHER I LIVE OR NOT REVOLUTION MUST CONTINUE..”,Times Of India  ને ૧૯ તારીખની હેડ લાઈન આપી,એક છત થી ખુલ્લા ટ્રક માં રામલીલા મેદાન સુધીનો માર્ગ કાપી રહેલા અન્નાએ એક જાણીતો નાદ પોકાર્યો .. “વંદે માતરમ્..વંદે માતરમ્..”,પ્રત્યુતરમા ફરી એજ શબ્દનો નાદ ચારે દિશામાં ગૂંજી ઊઠ્યો..”વંદે માતરમ્…વંદે માતરમ્..”.છેલ્લા ૬૦ વર્ષથી ચીર નિંદ્રામાં પોઢેલી સ્વાધીનતા એ જાણેકે આળસ મરડી,મંદ વહેતી હવા ખરા સ્વતંત્રતા ના રંગમા રંગાણી,  સૂર્યની દિવ્ય સોનેરી કિરણો લાખની જનમેદની ચીરી ગાંધીને ફરી જોવા વારંવાર ડોકિયું કરી ગઈ,રાજ ઘાટની દીવાલના ચમકદાર પ્લાસ્ટરની અંતરિયાળ પુરાના જરજરીત પથ્થર ગૂંજી ઉઠ્યા કે….

શું થયુ સમય બદલાયો..?,માતૃભોમ તો હજી એક જ છે.

શું થયું મુદ્દો બદલાયો..?,આશય તો હજી એક જ છે.

શું થયું દુશ્મન બદલાયો..?,દેશ તો હજી એક જ છે.

શું થયું સ્વતંત્ર સેનાની બદલાયો..?,દેશપ્રેમ તો હજી એક જ છે.

શું થયું પેહરણ બદલાયુ..?,શ્વેત રંગ તો હજી એક જ છે.

શું થયું વ્યક્તિ બદલાયો..?,વિચારતો હજી એક જ છે.

                                                                                             —પ્રણવ…